Face Of Nation, 26-09-2021:દેશના એક મોટી વિસ્તારમાં હાલ મોનસૂનના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે ચક્રવાતી તોફાનનો ખતરો પણ તોડાય રહ્યો છે. આ તોફાનનું નામ ગુલાબ વાવાઝોડું રખાયું છે. દરિયામાં સર્જાયેલા ડિપ ડિપેશનના કારણે ગુલાબ વાવાઝોડા સક્રિય થયું છે. આ વાવાઝોડું આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળલ અને તેંલગાણાને હિટ કરશે. વાવાઝોડાની શક્યતાના પગલે આ 4 રાજ્યોમાં એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 4 રાજ્યો આડિશા, આંઘ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળ અને તેંલગાણામાં રવિવાર અને સોમવારે ભારે વરસાદ થઇ શકે છે. પૂર્વાતર અને તેની સાથે જોડાયેલા પૂર્વ મધ્યની ખાડી પર દબાણ સર્જાયું છે. જે બહુ જલ્દી ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે. આ વાવાઝોડું ઓડિશા અને ઉત્તરી આંઘ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તોફાનના પગલે કોલકતા, પૂર્વી મિદનાપુર સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મોસમનો કુલ ૨૭ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.
મહેસાણા, બનાસકાંઠામાં વરસાદી મોહોલ યથાવત છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
બનાસકાંઠાના પાલનપુરમાં સવાર થી ધીમી ધારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર આજુ બાજુ ગામડાના પણ વરસાદી માહોલ જામ્યો છે. ધનિયાણા ચોકડી દાંતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાણોદર, ચળોદર, માલણ અને રતનપુર, મેરવાળા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)