Home News “ચક્રવાતી વાવાઝોડું”; મેઘાલયમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની શક્યતા, 47 ગામોને પહોંચાડ્યું...

“ચક્રવાતી વાવાઝોડું”; મેઘાલયમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની શક્યતા, 47 ગામોને પહોંચાડ્યું નુકસાન!

Face Of Nation 15-04-2022 : મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ગુરુવારે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ 47 ગામમાં 1000થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ઘણા લોકો બેઘર બની ગયા છે. અવિરત વરસાદને કારણે સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. મેઘાલયમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ ભારે પવન સાથેના વાવાઝોડા બાદ હવે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે. જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સાથે પશ્ચિમ ગારો પર્વત, દક્ષિણ પશ્ચિમ ખાસી પર્વત અને પૂર્વ જૈંતિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેઘાલયના સીએમ કોનરાડ સંગમાના સંપર્કમાં છે અને અધિકારીઓ પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. વાવાઝોડામાં BDO ઓફિસ અને પશુ ચિકિત્સાલય સહિત અનેક સરકારી મિલકતો અને એક શાળાને નુકસાન થયું હતું. જિલ્લા ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાકીદની બેઠક બોલાવી છે.
આગામી 5 દિવસ પૂર્વોત્તરમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 5 દિવસ સુધી દેશનાં પૂર્વોત્તર રાજ્યો સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એનું કારણ નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધીના દક્ષિણ-પશ્ચિમી ભારે પવનોની અસર છે અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર દબાણને કારણે, ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમી આસામ અને પડોશી રાજ્યોમાં આવી શકે છે. દેશના દક્ષિણમાં હવામાનમાં પલટો આવતાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે તેમજ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વોત્તરનાં અન્ય રાજ્યો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).