Face of Nation 02-12-2021: ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ અને ઠંડીના ચમકારા વચ્ચે ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયુ છે તે જોતા લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠાને હવે જવાદ વાવાઝોડું ધમરોળી રહ્યું છે. આવામાં દીવમાં 15 જેટલી બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થવાની આશંકા છે.
ગુજરાત સહિત આખા ભારત પર કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બરનાં મહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દિવમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દરિયામાં ભારે પવનનાં કારણે આશરે આઠ જેટલા માછીમારો ગુમ થવા હોવાની માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. આટલું જ નહીં બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. ખલાસીઓના પરિવાર પણ ચિંતામાં મૂકાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)