Face Of Nation 11-04-2022 : રવિવારે મોડી રાત્રે ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 6 કામદાર બળીને ભડથું થયા હતા. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાન જ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ
બનાવને પગલે ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે એમાં 6 કામદારનાં દાઝી જવાથી મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મૃતકોનાં પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તમામની લાશને સિવિલ ખાતે મોકલવામાં આવી
આ અંગે ભરૂચ એસપી લીના પાટિલે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ સાડા બારથી એકની વચ્ચે દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં આ જે પ્લાન્ટ છે એ મિક્સોલ્વન્ટ પ્લાન્ટ છે અને એમાંથી ડિસ્ટીલ્યુશનનું કામ કરે છે અને એમાંથી અલગ અલગ રસાયણો બનાવે છે. એ દરમિયાન રિએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થઈને પછી આગ લાગવા પામી હતી. અંદર છ કામદારો કામ કરતા હતા એ તમામનાં મૃત્યુ નીપજ્યાં હતાં. તમામની લાશને સિવિલ ખાતે મોકલવામાં આવી છે. આ કંપની એક-સવા વર્ષથી કામ કરે છે. હાલમાં પરિસ્થિતી નિયંત્રણ હેઠળ છે અને આગ બુઝાવવામાં આવી છે. હવે આમાં વધુ માહિતી એફએસએલની ટીમ અને અન્ય ટીમોની તપાસ બાદ જાણવા મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat મોડી રાતની ઘટના: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતાં...