Face Of Nation 10-05-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. તો બીજીતરફ એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં. બીજું, હિન્દુસ્તાન ગરીબોનું, જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું.
રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરાયું
રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.
રાહુલ ગાંધીએ સત્યાગ્રહ એપને ખુલ્લી મૂકી
રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત સત્યાગ્રહ પત્રનું વાંચન જગદીશ ઠાકોરે કર્યું હતું. સભામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલન કરવાનો નિર્ધાર કરાયો હતો. આ સિવાય સત્યાગ્રહ માટેની કિટને રાહુલ ગાંધીએ ખુલ્લી મૂકી હતી. આ સિવાય સત્યાગ્રહ એપને રાહુલ ગાંધીએ ખુલ્લી મૂકી હતી તેમજ સત્યાગ્રહની વેબસાઈટ www.adiwasisatyagrah.inનો પણ રાહુલ ગાંધીના હસ્તે આરંભ કરાયો હતો.
પ્રધાનમંત્રીએ ભારતના બે ભાગ કર્યા – રાહુલ ગાંધી
સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યા છે. એક, અમીરોનું, જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું, ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી એને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતા. અમને એવું ભારત જોઇએ, જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.
પ્રધાનમંત્રીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી : રાહુલ
યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ, જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું, મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat દાહોદથી રાહુલ ગાંધીનો ‘હુંકાર’; “એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં”, બીજું હિન્દુસ્તાન...