Home Uncategorized ‘મંકી પોક્સ’નો વધ્યો ખતરો, ભારત માટે ચિંતાનો વિષય; બે સપ્તાહમાં 8 દેશોને...

‘મંકી પોક્સ’નો વધ્યો ખતરો, ભારત માટે ચિંતાનો વિષય; બે સપ્તાહમાં 8 દેશોને ઝપેટમાં લીધું, યુરોપ અને ઉત્તર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયામાં એલર્ટ!

Face Of Nation 20-05-2022 : અમેરિકામાં બુધવારે મંકી પૉક્સનો પહેલો કેસ મળ્યા બાદ હવે સ્વીડન, ઇટલી અને ઓસ્ટ્રલિયામાં પણ કેસ જોવા મળ્યા છે. આ પ્રકારની દુર્લભ બીમારીઓ ઝડપથી ફેલાતાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ એક્શનમાં આવ્યું છે. તો બીજીતરફ બ્રિટનમાં 7મી મેના રોજ મંકી પોક્સનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. હાલ તો અહીં દર્દીઓની સંખ્યા 9 છે. બીજી તરફ સ્પેનમાં 7 અને પોર્ટુગલમાં 5 દર્દીઓ મંકી પૉક્સના શિકાર બન્યા છે. અમેરિકા, ઈટલી, સ્વીડન અને ઓસ્ટ્રેલિયામાં મંકી પૉક્સના 1-1 દર્દી જોવા મળ્યા છે. તો ફ્રાન્સમાં 1 અને કેનેડામાં 13 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.
ભારત માટે આ રોગ મોટો ખતરો
અત્યાર સુધી ભારતમાં મંકી પૉક્સનો એકપણ શંકાસ્પદ દર્દી જોવા મળ્યો નથી. તેથી અહીં હજુ આ બિમારી ફેલાવાનું વધારે જોખમ નથી. જોકે, સાવચેતી રાખવાની તો અહીં પણ જરૂર છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં કેવી રીતે મંકી પોક્સના કેસ ઝડપથી વધ્યા છે? તેની માહિતી મળ્યા બાદ જ તે આ અંગે કંઈક કહી શકશે.
આ વાઈરસ આંખ,કાન અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરે
આ વાયરસ દર્દીના ઘાવમાંથી નીકળીને આંખ,કાન અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય વાંદરા, ઉંદર, ખિસકોલી જેવા કોઈ જીવના કરડવાથી અથવા તેના લોહી અને બોડી ફ્લ્યુડસને અડવાથી પણ આ બીમારી ફેલાઈ શકે છે. માંસ બરાબરના પકવેલું હોય અથવા તો સંક્રમિત પશુનું માંસ ખાવાથી પણ આ બીમારીની ઝપેટમાં આવી શકો છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).