ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોના સામે જીત મળી ગઈ હોય તેમ દાણીલીમડાના સફી મંજિલ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે, મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા અને પોલીસ ઉપર ફૂલ વર્ષા કરી હતી. આ વિડીયોથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કોરોનાની મહામારી સામે લડવા સમગ્ર ગુજરાત પ્રયાસ કરી રહ્યું છે, રાજ્ય પોલીસ વડાથી માંડીને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ લોકડાઉન કડક કરવા પ્રયાસો કરી રહ્યા છે. રસ્તે નીકળતા લોકો ઉપર કડકાઈ દાખવવામાં આવી રહી છે તેવામાં પોલીસે સફી મંજિલમાં કાઢેલું આ સરઘસ હાલ ચો તરફ ટીકાને પાત્ર બન્યું છે.
સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડતો આ વિડીયો સફી મંજિલના વિસ્તારનો છે. જ્યાં દાણીલીમડામાં સૌથી વધુ કેસો પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. તેમ છતાં સ્થાનિક પોલીસે સરઘસ કાઢીને પોતાની ઉપર ફૂલ વર્ષા કરાવી હતી. આ ફૂલ વર્ષામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેટલાય લોકો પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા તો મહિલાઓ પોલીસ ઉપર ફૂલ વર્ષા કરી રહી હતી. આ વિડીયોએ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/PxJ2INZTHLc
અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video
ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video