Face Of Nation 29-06-2022 : આ દુનિયામાં બધું સ્વાર્થ પર ટકેલું છે, માત્ર બાપ-દીકરીનો સંબંધ જ પ્રેમ પર ટકેલો છે. આ જ શબ્દોને અનુભૂતિ કરાવતો એક ઈમોશનલ વીડિયો હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો લગ્નનો છે, જોકે એને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. પિતાને ગુમાવ્યા પછી જ્યારે પુત્રીના લગ્ન થયા તો તેના પરિવારે મંડપમાં પિતાનું પૂતળું મૂક્યું હતું. એને જોતાં દીકરી ચોંકી ગઈ અને પૂતળાને વળગીને રડવા લાગી. તો બીજીતરફ વીડિયોમાં જોઈ શકાય છે કે પિતાના પૂતળાને જોઈને દીકરી ભાવુક થઈને એને કિસ કરી છે. આ જોઈને તમામ સંબંધીઓની આંખમાં પાણી આવી જાય છે. પરિવારના સભ્યો પૂતળાની સાથે ફેમિલી ફોટો પણ ક્લિક કરતા દેખાય છે.
56 વર્ષના સેલ્વેરેજનું કોરોનાને કારણે મૃત્યુ થયું
આ મામલો તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના થાનાકાનંદલ ગામનો છે. માર્ચમાં 56 વર્ષના સેલ્વેરેજનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. સેલ્વરેજ જ્યારે જીવતા હતા ત્યારે લગ્ન ધામધૂમથી કરાવવા માગતા હતા. જૂનમાં જ્યારે દીકરીના લગ્ન થયા ત્યારે પિતાની ઊણપ ન વર્તાય એ માટે પરિવારે દીકરી માટે સુંદર ગિફ્ટનું પ્લાનિંગ કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).