- દક્ષિણ ગુજરાત ભીનું ભચરક
- દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ
Face Of Nation:વાયુ’ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાત હેમખેમ ઉગરી ગયું છે અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. સુરત, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
ચોર્યાસી તાલુકા અને જલાલપોરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં 1મિમી, ચોર્યાસીમાં 12મિમી, કામરેજમાં 5 મિમી, મંગરોળમાં 3 મિમી, ઓળપડમાં 3 મિમી, ઉમરપડામાં 4 મિમી અને સુરત શહેરમાં 7 મિમી વરસાદ નોંધાયો છે. તો ત્યાં જ નવસારીમાં 10 મિમી, જલાલપોરમાં 12 મિમી, ગણદેવીમાં 3 મિમી વરસાદ નોંધાયો છે.
હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિલોમીટર દૂર છે પરંતુ આંશિક દિશા બદલાતા પોરબંદરના દરિયા કિનારાથી ઓમાનના દરિયા તરફ ફંટાઇ શકે છે. આથી ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય. વાયુ વાવાઝોડું કેટેગરી 1 માંથી 2માં ફેરવાઇ ગયું છે. આમ વાવાઝોડાની વિનાશકતા ઓછી પડી છે. જોકે વેરાવળ અને પોરબંદરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેવું હવામાન ખાતાનું અનુમાન છે.