Face Of Nation 12-03-2022 : ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની છેલ્લી મેચ બેંગ્લોર ખાતે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 2 વાગે શરૂ થશે, આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં 100% દર્શકોને એન્ટ્રી મળી શકે છે. જોકે પહેલા પિંક બોલ ટેસ્ટ માટે પેહલા 50% દર્શકોને મેચ જોવાની અનુમિત આપવાની હતી, પરંતુ હવે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આમાં ફેરફાર કર્યા છે.
50ના સ્થાન 100 ટકા ફેન્સને પ્રવેશ આપવાની અનુમિત અપાઈ
સરકાર પાસેથી અનુમતિ મળ્યા પછી હવે બેંગ્લોર ટેસ્ટમાં 50ના સ્થાન 100 ટકા ફેન્સને પ્રવેશ આપવાની અનુમિત અપાઈ છે. આ નિર્ણય ટિકિટની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. 50 ટકા કેપેસિટી સાથે ફેન્સને એન્ટ્રી મળવાની જાહેરાત થઈ ત્યારે 10 હજાર ટિકિટ વેચવા માટે રાખી હતી. તેવામાં જોતજોતામાં તો પહેલા 2 દિવસની અંદર તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
2 વર્ષ પછી સ્ટેડિયમ ફુલ
કોરોના મહામારીની શરૂઆત પછી આ પહેલી એવી તક છે જ્યાં ભારત કોઈ ઈન્ટરનેશનલ મેચ 100% ફેન્સની હાજરીમાં રમશે. આ મેચ અંગે ફેન્સ વચ્ચે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લે બેંગ્લોરમાં 2018 પછી કોઈ ટેસ્ટ અને 2020 પછી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમશે.
પિંક બોલ ટેસ્ટ અને મિશન ક્લીન સ્વીપ
મોહાલીમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચને ભારતે એક ઈનિંગ અને 222 રનથી જીતી લીધી હતી. બેંગ્લોરમાં રોહિત એન્ડ કંપનીની નજર હવે ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર રહેશે. તેવામાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત ઓવરઓલ ચોથી અને ડોમેસ્ટિક મેદાનમાં ત્રીજીવાર ડેનાઈટ ટેસ્ટ મેચ રમશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Home Sports પિંક બોલ સાથે ડે-નાઈટ મેચ; આવતીકાલથી બેંગલુરુમાં ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો પ્રારંભ,...