Home News ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી આટલાથી વધુ મોત થતાં ફફડાટ,વઘુ જાણો અહીં...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી આટલાથી વધુ મોત થતાં ફફડાટ,વઘુ જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 13-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 36માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 139માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે. જોકે છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં 12,516 નવા કેસ નોંધાયા હતા અને 501 લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા છેલ્લા 11,80 નવા કેસ નોંધાયા છે અને 555 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 14,403 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 274 દિવસના નીચલા સ્તર 1,36,308 પર પહોંચી છે.ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 26 હજાર 036
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 26 હજાર 483
એક્ટિવ કેસઃ 1 લાખ 36 હજાર308
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 245

દેશમાં કુલ રસીકરણનો આંકડો 111,40,48,134 પર પહોંચ્યો છે. જે પૈકી 58,42,530 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. નેશનલ કોવડ-19 રિકવરી રેટ 98.56 ટકા છે. જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.07 ટકા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)