Home News કોરોનાથી અમદાવાદમાં 46 વર્ષીય મહિલાનું મોત, SVPમાં ચાલી રહી હતી સારવાર

કોરોનાથી અમદાવાદમાં 46 વર્ષીય મહિલાનું મોત, SVPમાં ચાલી રહી હતી સારવાર

Face Of Nation : કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં અનેક લોકોને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.