ફેસ ઓફ નેશન, 23-04-2020 : ગુજરાત વધતા જતા કોરોનાના કેસોને લઈને દેશમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. તેવામાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાથી થયેલા 67માંથી 60 લોકોના મૃત્યુ તેમનામાં અગાઉથી રહેલી ગંભીર બીમારીને કારણે થયા છે. આવી બીમારીઓમાં હાર્ટની બીમારી, કેન્સર, સ્ટ્રોક, હાઈ ડાયાબીટીશ, બ્લડ પ્રેશરનો સમાવેશ થાય છે. આવી બીમારીઓ ધરાવતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જેના કારણે કોરોના ચેપ લાગતા તેઓના કારણે કોરોના ચેપ લાગતા તેઓના મૃત્યુ નિપજ્યા છે.
રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે તેમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે. 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ
દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો