Face of Nation 10-02-2022 : સરકારો દ્વારા મોટા મોટા બણગા ફૂંકીને કાયમ માટે જે મહત્વનાં કહી શકાય તેવા મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે તે મુદ્દા એટલે કે ખેડૂત, દેવું અને રોજગારી વગેરે વગેર….
કેન્દ્રીય બજેટ પર સંસદમાં ચાલતી ચર્ચામાં બેરોજગારી પરની ચર્ચા તો ન જ કહી શકાય કારણ કે આ મુદ્દા ફક્ત આંકડા આપવામાં આવે છે નક્કર ચર્ચા જો હાલમાં પણ નથી જ થતી. પરંતુ ચલો હાલ આંકડાથી કામ ચલાવીએ તો બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારનાં ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2018થી 2020ની વચ્ચે બેરોજગારી અને દેવાના લીધે 25,000થી પણ વધારે ભારતીયોએ આત્મહત્યા કરી હતી. તેમા 9,140 લોકોએ બેરોજગારીના લીધે અને 16,091 લોકોએ દેવાના લીધે આત્મહત્યા કરી હતી.
વધુંમાં રોયે જણાવ્યું હતું કે, સરકારી આંકડાનો આધાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા છે. આ આંકડા મુજબ બેરોજગારોમાં આત્મહત્યાનું પ્રમાણ કોરોના રોગચાળાના વર્ષ 2020માં સૌથી વધુ વધીને 3,548 પર પહોંચી ગયું હતું. જ્યારે 2018માં 2,741 લોકોએ બેરોજગારીના લીધે જીવનનો અંત આણ્યો હતો. 2019માં 2,851 લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે દેવાના લીધે આત્મહત્યામાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળતો નથી. 2018માં 4,970 લોકોએ દેવાના લીધે આત્મહત્યા કરી હતી. 2019માં આ આંકડો વધીને 5,908 થયો હતો. જયારે 2020માં આ આંકડો ઘટીને 5,213 થયો હતો.
સમગ્ર બજેટ સત્ર દરમિયાન વારંવાર રોજગારીનો મુદ્દો ઉઠતો રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષોનો આરોપ હતો કે, બજેટમાં કોવિડ-19ના લીધે દેશ જે સ્થિતિનો સામનો કરી રહ્યો છે તેના માટે કોઈ વિશેષ રાહત પૂરી પાડવામાં આવી નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી છેલ્લા 50 વર્ષના ટોચના સ્તરે પહોંચી ગઈ છે.
રાહુલે વધુંમાં ઉમેર્યુ હતું કે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારે દસ વર્ષના શાસનમાં 27 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદીના નેજા હેઠળની એનડીએ સરકારે 23 કરોડ લોકોને ગરીબીમાં પાછા ધકેલી દીધા છે. સરકારે આ વિશે પણ કશું બોલવુ જોઈએ.
જો કે, વિપક્ષના હુમલા બાદ રાયે બુધવારે જણાવ્યું હતું કે સરકારે આત્મનિર્ભર રોજગાર યોજના (એબીઆરવાય), ધ નેશનલ કેરિયર સર્વિસ (એનસીએસ) પ્રોજેક્ટ હેઠળ નોકરી વાંછુકો અને નોકરી આપનારાઓ માટે ખાસ કાર્યક્રમ શરૂ કર્યા છે. આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશ પ્રોગ્રામ (પીએમઇજીપી), મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ ((મનરેગા), પંડિત દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા રોજગારી વધારવાના મોરચે કામગીરી કરી હોવાનું કહી સરકારનો બચાવ કર્યો હતો.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).