Home News એક્ટ્રેસની તબિયત લથડી?; દીપિકા પાદુકોણને ગભરામણ થતાં હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં કરવી પડી...

એક્ટ્રેસની તબિયત લથડી?; દીપિકા પાદુકોણને ગભરામણ થતાં હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં કરવી પડી એડમિટ, હાલમાં એકદમ સ્વસ્થ છે!

Face Of Nation 14-06-2022 : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં હૈદરાબાદમાં અપકમિંગ ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન એવા સમાચાર વહેતા થયા હતા કે દીપિકાને ગભરામણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દીપિકાને હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ બાદ એક્ટ્રેસ નોવોટેલ હોટલમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતી. તબિયત ઠીક થતાં જ દીપિકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તો બીજીતરફ દીપિકાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી તે વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. કેટલાંક રિપોર્ટમાં દાવો કરાયો છે કે દીપિકાને એડમિટ કરી હોવાની વાત સાચી નથી. 3 દિવસ પહેલાં દીપિકા જનરલ ચેક-અપ માટે ગઈ હતી. તેને ગભરામણ થતી નહોતી અને તેને હૃદય સંબંધિત કોઈ સમસ્યા નહોતી. તે હાલમાં એકદમ સ્વસ્થ છે.
દીપિકા હૈદરાબાદમાં એક મહિના સુધી શૂટિંગ
દીપિકા હાલમાં રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ છે. ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં પ્રભાસ-દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, દિશા પટની પણ મહત્ત્વના રોલમાં છે. દીપિકા હૈદરાબાદમાં એક મહિના સુધી શૂટિંગ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).