Face Of Nation 18-04-2022 : દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસે જોર પકડ્યું છે. રવિવારે 517 નવા સંક્રમિત કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,518 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 517 નવા કોરોનાના નવા સંક્રમિત કેસો મળ્યા છે. વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે, પોઝિટિવ રેટ અગાઉના દિવસે 5.33 ટકા નોંધાયો હતો જે ઘટીને 4.21 ટકા થયો છે. હવે શહેરમાં કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા વધીને 635 થઈ ગઈ છે. તો બીજી તરફ ગત 16મી એપ્રિલે દિલ્હીમાં કોરોનાના 461 નવા કેસ નોંધાયા હતા. જેમાં બે દર્દીઓના મૃત્યુ થયા હતા. તે અગાઉ 15 એપ્રિલના રોજ 366 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 14મીએ 325 નવા કેસ નોંધાયા હતા. કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી NCRની ઘણી શાળાઓમાં બાળકો અને શિક્ષકો પણ સંક્રમિત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).