Face Of Nation : આરોગ્ય વિભાગના ડેટા મુજબ ભારતમાં મંગળવારની સવાર સુધીમાં કોરોના વાઈરસના 492 કેસ નોંધાયા છે. જેમાં 41 વિદેશીઓ છે. જ્યારે નવ લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યો છે. નવા 22 કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ (હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી) 446 છે. 36 લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. અહીં કોરોના વાઈરસના કુલ 30 કેસ છે. જેમાંથી પાંચ દર્દી સાજા થઈ ઘરે જઈ ચૂક્યા છે. જ્યારે એક મહિલા દર્દીનું મોત થયું હતું. દિલ્હીમાં 117 શંકાસ્પદ કેસ પણ હોસ્પિટલમાં દાખલ છે.