Home News ઓમિક્રોન વધતા દિલ્હીમાં લાગુ કરાયું યલો એલર્ટ, ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ

ઓમિક્રોન વધતા દિલ્હીમાં લાગુ કરાયું યલો એલર્ટ, ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ

Face of Nation 28-12-2021:  દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીમાં GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)ને લાગુ કરી દેવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે રાજધાનીમાં યલો એલર્ટ લાગુ થઈ ગયું છે. આ અંતર્ગત ઘણા પ્રતિબંધો મૂકવવામાં આવશે, જેમ કે દુકાનો અને મોલ ખોલવા માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા લગાવી શકાશે.નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે.

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે. દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. CM કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા 2-3 દિવસમાં કોવિડના પોઝિટિવ કેસમાં 0.5%નો વધારો જોવા મળ્યો છે. એટલા માટે યેલો એલર્ટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે મોટા ભાગના કેસમાં હોસ્પિલમાં દાખલ થવાની જરૂર પડી નથી કે ઓક્સિજન, ICU અને વેન્ટિલેટરની જરૂર પડી નથી. ઓમિક્રોન સંક્રમિત લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).