Home Uncategorized સિંઘુ બોર્ડર પર શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળતા ખળભળાટ, કારણ હજૂ અકબંધ

સિંઘુ બોર્ડર પર શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળતા ખળભળાટ, કારણ હજૂ અકબંધ

Face Of Nation, 10-11-2021:  નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે સિંઘુ બોર્ડર પર એક ખેડૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જો કે હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે સોનીપતના કુંડલી-સિંઘુ બોર્ડર પર ફાંસો ખાઈને આત્મહત્યા કરનારા ખેડૂતની ઓળખ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના અમરોહ તહસીલના રહીશ ગુરુપ્રીત સિંહ તરીકે થઈ છે. તે ભારતીય કિસાન યુનિયન સિદ્ધપુર  સાથે જોડાયેલો હતો.

ગુરુપ્રીત સિંહના મોતના કારણો અંગે હજુ જાણી શકાયું નથી અને એ પણ સ્પષ્ટ નથી થયું કે તેની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે. આવામાં પોલીસ બંને એંગલથી તપાસ કરી રહી છે અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસનું કહેવું છે કે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલ કારણ જાણવા મળશે.

દેશના વિભિન્ન હિસ્સામાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા લગભગ એક વર્ષથી દિલ્હીની તમામ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. તેમને ડર છે કે તેનાથી ટેકાના ભાવને ખતમ કરી દેવાશે અને તેમને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવાશે. જો કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પ્રમુખ કૃષિ સુધારા તરીકે રજુ કરી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ સમાધાન નીકળી શક્યું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)