Home News વરસાદથી આફત : રાજધાની દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ; વિમાની સેવા ખોરવાઈ અને...

વરસાદથી આફત : રાજધાની દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ; વિમાની સેવા ખોરવાઈ અને માર્ગો પર થયો ભારે ટ્રાફિક જામ, અનેક વિસ્તારોમાં પડ્યા ‘કરા’!

Face Of Nation 30-05-2022 : રાજધાની દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદ થયો છે. તેને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી ત્યારે અનેક સ્થળો પર માર્ગો પર ઝાડ તૂટી પડ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા અવરોધાઈ હતી. અનેક વિસ્તારોમાં કરા પડ્યા હતા. આંધીને લીધે અનેક ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મૌસમ ઠીક થાય તેની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, વિજય ચોક, દિલશાદ ગાર્ડ, માલવિયા નગર, લોધી રોડ અને દિલશાદ કોલોની સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ ફિરોઝશાહ રોડ પર પણ અનેક વૃક્ષો પડી ગયા છે. ભારે ટ્રાફિક જામ છે. વાહનવ્યવહાર આગળ વધી રહ્યો નથી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક દિવસ અગાઉ નોંધાયેલા તાપમાન કરતાં લગભગ એક ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યોમાં બે કલાકમાં ભારે વરસાદની આગાહી
હકીકતમાં, થોડા સમય પહેલા દિલ્હીના પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્રે કહ્યું હતું કે, દિલ્હી સહિત તેની આસપાસના રાજ્યોમાં આગામી 2 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. તે મુજબ, આગામી 2 કલાક દરમિયાન પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. કેરળમાં ચોમાસાની શરૂઆત વચ્ચે દિલ્હીનું હવામાન પણ ખુશનુમા રહેવાનું છે. ભલે દિલ્હીમાં અત્યારે ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ પણ પડી શકે છે.
વરસાદ-ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે છે
આ ઉપરાંત હરિયાણાના રોહતક, ભિવાની, ચરખી, દાદરી, માતનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હોડલ અને સિકંદર રાવમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).