Home Sports IPL-2022 : દિલ્હીના બોલરોએ દેખાડ્યો ‘દમ’, દિલ્હીએ પંજાબને 17 રનથી હાર્યું, પંજાબ...

IPL-2022 : દિલ્હીના બોલરોએ દેખાડ્યો ‘દમ’, દિલ્હીએ પંજાબને 17 રનથી હાર્યું, પંજાબ ‘પ્લેઓફ’ રેસમાંથી ‘OUT’, પ્રિતીની હાજરી ટીમને ન ફળી!

Face Of Nation 16-05-2022 : IPL 2022ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 17 રનથી પંજાબ કિંગ્સને હરાવી દીધું છે. આ મેચમાં પંજાબને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં પંજાબ 9 વિકેટના નુકસાને 142 રન કરી શકતા મેચ હારી ગયું છે. આ મેચમાં દિલ્હીના શાર્દૂલ ઠાકુરે 4 વિકેટ લીધી હતી તો બેટર મિચેલ માર્શે પણ શાનદાર 63 રનની ઈનિંગ રમી એક ફાઈટિંગ ટોટલ સેટ કરવામાં મદદ કરી હતી. હવે પંજાબ કિંગ્સ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયું છે.
શાર્દૂલ ઠાકુરની આક્રમક બોલિંગ
શાર્દૂલ ઠાકુરે 160 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવા ઉતરેલી દિલ્હીને પોતાની આક્રમક બોલિંગથી ખાસ મદદ કરી હતી. લોર્ડ શાર્દૂલે 4 ઓવરમાં 36 રન આપી 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન શાર્દૂલે પંજાબના ભાનુકા રાજપક્ષે, શિખર ધવન, જિતેશ શર્મા, કગિસો રબાડાને પેવેલિયન ભેગા કર્યા હતા.
શાર્દૂલ અને કુલદીપની બોલિંગ સામે પંજાબ ઢેર
10 ઓવર સુધીમાં દિલ્હીની બોલિંગ લાઈન અપ સામે પંજાબ ઢેર થઈ ગયું હતું. પંજાબે 38 રનમાં પહેલી વિકેટ ગુમાવી અને જોતજોતામાં તો 67 રનના સ્કોરમાં ટીમે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુરે તથા કુલદીપ યાદવે મહત્ત્વપૂર્ણ બેટરને પેવેલિયન ભેગા કર્યા હતા.
કેપ્ટન રિષભ પંતનો ફ્લોપ શો યથાવત
દિલ્હીનો કેપ્ટન રિષભ પંત પંજાબ સામે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 3 બોલમાં માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ લિયમ લિવિંગસ્ટોને લીધી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં પંતે 7, 13, 21, 26 અને 44 રન કર્યા છે. તેવામાં પંતના આઉટ થયા પછી રોવમેન પોવેલ પણ પોતાની વિકેટ થ્રો કરીને જતો રહ્યો હતો. તેણે 6 બોલમાં માત્ર 2 રન જ કર્યા હતા. તો બીજીતરફ દિલ્હી કેપિટલ્સની વિસ્ફોટક બેટિંગ સામે પંજાબના કેપ્ટન મયંકે અર્શદીપ સિંહનો બોલિંગમાં પસંદ કર્યો હતો. તેણે ઈનિંગના પાંચમા બોલ પર સરફરાઝને આઉટ કર્યો અને ત્યાર પછી લલિત યાદવને પણ લગભગ કેચઆઉટ કરી જ દીધો હતો. પરંતુ ઓવર સ્ટેપિંગના કારણે નો બોલ થયો અને લલિતને જીવનદાન મળી ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).