Face Of Nation, 03-11-2021: દેશની રાજધાની દિલ્લીમાં આ વર્ષ હજું સુધીમાં 1530 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. તેમાંથી 1200 કેસ માત્ર ઓક્ટોબરમાં જ સામે આવ્યાં હતા. જે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ છે.
દેશમાં ડેંન્ગ્યૂના વધતા જતાં પ્રકોપના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નવ રાજ્યોમાં અને કેન્દ્રી શાસિત પ્રદેશોમાં ટેકનિકલ મદદ માટે ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યોમાં સ્વાસ્થ્ય અધિકારીઓને સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો માટે માર્ગદર્શિત કરશે. કેન્દ્રએ આ નિર્ણય હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ અને દિલ્લી તેમ જમ્મુ કાશ્મીરમાં વધતા જતાં ડેન્ગ્યૂના કેસને લઇને કર્યો છે
31 ઓક્ટોબર સુધી દેશમાં જેટલા પણ ડેન્ગ્યૂના કેસ સામે આવ્યાં, તેમાં આ રાજ્યોનું યોગદાન 86 ટકા છે. નિષ્ણાત ટીમમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર તેમજ મચ્છર જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારી સામેલછે,
મહારાષ્ટ્રમાં પણ ડેન્ગ્યૂનો કેર યથાવત છે. ઓક્ટોબરમાં અહીં 168 કેસ નોંધાયા હતા. ચંદીગઢમાં તો 33 લોકોના ડેન્ગ્યૂથી મોત થઇ ગયા છે. ઉતર પ્રદેશના ગાજિયાબાદમાં ડેન્ગ્યૂના 1000 નવા કેસ નોંધાયા છે. તો મધ્ય પ્રદેશમાં ડેન્ગ્યૂના કેસનો આંકડો 10 હજારની પાર પહોંચ્યો છે. 2015 બાદ મધ્યપ્રદેશના આ સૌથી વધુ કેસ છે. બીમાર દર્દીમાં 45 ટકા ગંભીર રીતે બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)