ફેસ ઓફ નેશન, 03-04-2020 : તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. આજે 19 લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12 સુરતના 8 લોકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસ વડાએ આગળ કહ્યું કે અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકો આવનારા 10 દિવસ પણ ધીરજ જાળવે તેવી વિનંતિ કરું છું. શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધુ હોવાથી શહેરમાં રહેતા લોકોએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. લોકડાઉનમાં તમામ સમસ્યા હલ કરવા પ્રયાસો કર્યાં છે. રાતના બંદોબસ્તમાં વધારો કરવા સૂચના આપી છે.
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”
Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો