Home News વાયુ વિનાશ વેરે તે પેહલા ઢાલ બની NDRF,હજારો લોકોનાં જીવ બચાવ્યા

વાયુ વિનાશ વેરે તે પેહલા ઢાલ બની NDRF,હજારો લોકોનાં જીવ બચાવ્યા

  • વાયુ સામે અડીખમ NDRF
  • હજારો લોકોનાં જીવ બચાવવા NDRF ની ટીમ ખડેપગે
  • ગર્ભવતી મહિલાઓ સહિત હજારો લોકોનાં બચાવ્યા જીવ

Face Of Nation:ભારતમાં ક્યાંય પણ કુદરતી આપદા આવી ચઢી ગઈ હોય. ત્યાં સૌથી પહેલાં રાહત કામગીરી માટે પહોંચે તે છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. ભલે તે ગુજરાતનો ભૂકંપ હોય કે હાલમાં આવનારું વાયુ વાવાઝોડું. એનડીઆરએફની ટીમ તમામ કુદરતી આપદાઓ સામે સરાહનીય કામીગીરી કરે છે. વાયુ વાવાઝોડામાં પણ જાંબાઝ એનડીઆરએફ ટીમની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડું વિનાશ વેરે તે પહેલાં જ એનડીઆરએફ અને ગુજરાત સરકારે લાખો લોકોનું સ્થળાંતર કર્યું છે. અને હજુ પણ હજારો લોકોનું સ્થળાંતર ચાલુ જ છે. પોતાના જીવની પરવાહ કર્યા વગર એનડીઆરએફના જવાનો લોકોનાં જીવ બચાવતાં ખચકાતાં નથી. અમરેલી જિલ્લામાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રસૂતિપીડા ઉપડી હતી. જે બાદ એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડની ટીમ તાત્કાલિક તે મહિલાને બોટમાં શિયાળબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. જે બાદ મહિલાને પ્રસૂતિ માટે NICU ફેસિલિટી ધરાવતાં સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જેની માહિતી અમરેલી જિલ્લાના કલેક્ટરે આપી હતી.

ભાવનગરમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ત્યાંનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગઇકાલે રાતે 12.30 કલાકે 15 ગર્ભવતી મહિલાઓને વાયુ વાવાઝોડાનાં કારણે શિફ્ટ કરવામાં આવી હતી. જેમાંથી 4 પ્રસૂતિ થઇ છે જે સફળ રહી છે. બાળકો અને માતાની તબિયત સારી છે.