સૂત્રોચ્ચાર કરતાં પાેલીસે 31 કોંગ્રેસી કાર્યકરાેની અટકાયત કરી
Face Of Nation:કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણી યોજાયા બાદ કોંગ્રેસમાંથી તથા ધારાસભ્ય પદેથી અચાનક રાજીનામું આપી દેતાં મંગળવારે બપોરે ધારાસભ્યો વિરોધ કરવા માટે કોંગી કાર્યકરો ભેગા થયા હતા અને ધારાસભ્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને 31 કાર્યકરોની અટકાયત કરી હતી.
બાયડમાં કોંગ્રેસના ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી બાદ અચાનક કોંગ્રેસમાંથી તથા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં બાયડ વિધાનસભામાં ચૂંટણીના નગારા વાગ્યા છે.ચોમાસા બાદ યોજાનારી ચૂંટણીમાં ભારે કસાકસી થાય તેવા એધાણ વર્તાયા છે.ત્યારે મંગળવારના રોજ બપોરના સુમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ધવલસિંહ ઝાલાનો વિરોધ કરવા માટે ગણ્યાગાંઠયા કોંગ્રેસી કાર્યકરો ઉમટ્યા હતા.બસ ડેપોને આગળ 15 કરોડમાં ધારાસભ્ય વેચાયાનો આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કરાતાં પોલીસે 31 કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી. એક બાજુ કોંગ્રેસ દ્વારા ધવલસિંહ ઝાલાનો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ ને ઠાકોર સેના પણ કોંગ્રેસ સામે આવી જઇ તોફાન થાય તેવી શંકા જતાં કાફલો ખડકી દેવાયો હતો. ઠાકોર સેના બસ ડેપો આગળ ન આવતાં હાશકારો થયો હતો.