હોસ્પિટલમાં સારવાર હેઠળ યુવક
પાંચ જેટલા શખ્સોએ ધારીયા, પાઇપ વડે હુમલો કર્યો
Face Of Nation:ગોંડલ: છકડો રીક્ષામાં પાડા અને ગૌવંશને ભરીને અજાણ્યા શખ્સો ગોંડલના વાસાવડ ગામે કલતખાને લઇ જતા હતા. આ અંગે દેરડીકુંભાજી ગામના જીવદયાપ્રેમી દિપક ગોબરભાઇ પદમાણીને જાણ થઇ હતી. આથી તેઓ દોડી ગયા હતા. પરંતુ ગોંડલના મેતાખંભાળીયા અને મોટીખિલોરી ગામ વચ્ચે રસ્તામાં રીક્ષાને રોકી હતી. પરંતુ અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ઢોર માર મારી ફરાર થઇ ગયા હતા. બાદમાં આસપાસના લોકોને જામ થતા દોડી આવ્યા હતા અને દિપકને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો.
હાથ, પગમાં બોથડ પદાર્થથી હુમલો કર્યો
દિપકના હાથમાં બોથડ પદાર્થથી હુમલો કરતા ફ્રેક્ચર આવ્યાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કમર અને ગોઠણના ભાગે પણ મૂંઢ માર મારવામાં આવ્યો છે. દિપકે જણાવ્યું હતું કે, હું દેરડીકુંભાજીથી મારી વાડી તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં અજાણી રીક્ષામાં ઢોર ભરેલી રીક્ષા જોઇ. એટલે મે મારા ગૌપ્રેમી મિત્રોને ફોન કરી બોલાવ્યા હતા. કમઢીયાના પાટીયા પાસે મારા મિત્રો પહોંચી ગયા હતા અને તપાસ કરતા રીક્ષામાં બે પાડી, એક વાછરડુ જોવા મળ્યું હતું. હું થોડો મોડો પહોંચ્યો હતો. ત્યાંથી રીક્ષા ચહંકારી ભાગી જતા તેનો પીછો કર્યો હતો. હું તેનો પીછો કરી રીક્ષાને આંતરી હતી. આથી અજાણ્યા શખ્સોએ મારા પર ધોકા અને ધારીયા વડે હુમલો કર્યો હતો. બાદમાં મને વાસાવડ લઇ ગયા હતા અને ત્યાં બસસ્ટેન્ડમાં મને માર માર્યો હતો.