સુરત શહેરના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે, કામકાજમાં પોલંપોલ જણાતા હર્ષ સંઘવીએ કોન્ટ્રાક્ટરોને ધમકી આપી હતી.
Face Of Nation:સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અંદાજે બે મહિના પહેલાં સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને ડોક્ટરો અને સ્ટાફને અપૂરતી સુવિધા મામલે સૂચના આપી હતી. દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. અને ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી.
દર્દીઓ સાથે પણ વાત કરી હતી. ધારાસભ્યની તપાસમાં અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી હતી. જેથી ધારાસભ્યએ ડોક્ટરો અને સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. અને ટાટીયા તોડી નાખવા સુધીની ચિમકી પણ આપી દીધી હતી.
ધારાસભ્યએ ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે તપાસ કરી હતી. જેમાં અપૂરતો દવાઓનો જથ્થો, અપૂરતી વ્યવસ્થા સહિતના મુદ્દાઓ સામે આવ્યા હતા. ધારાસભ્યની મુલાકાત અંગે જાણ થતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા હતા. પીઆઈયુ(સિવિલમાં રિનોવેશનથી લઈને તમામ કામગારી કરતી એજન્સી)ના અધિકારીઓ, આરએમઓ સહિતનાને ખખડાવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં બંધ રહેલા એક્સ-રે મશીન અને એસી ગાયબ હોવાના કારણે પણ આડેહાથ લીધા હતા.