Home Special “ડિજીટલનો જમાનો”: ગુજરાતમાં 33 હેડ પોસ્ટ ઓફિસમાં છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મળશે મુક્તિ,...

“ડિજીટલનો જમાનો”: ગુજરાતમાં 33 હેડ પોસ્ટ ઓફિસમાં છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, QR કોડથી પેમેન્ટ સેવાની શરૂઆત કરાઈ!

Face Of Nation 16-04-2022 : હવેથી પોસ્ટ ઓફિસમાં પણ છુટા પૈસાની ઝંઝટથી મુક્તિ મળશે. પોસ્ટ ઓફિસમાં QR કોડની મદદથી સ્કેન કરી અલગ અલગ સુવિધાઓ માટેની ચૂકવણી કરો શકાશે. આજથી ગુજરાત સહિત દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં આ સુવિધાની શરૂઆત થઇ છે જેને આવનારા દિવસોમાં તમામ પોસ્ટ ઓફિસમાં લાગુ કરવામાં આવશે.
ગુજરાતમાં કુલ 33 હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત
ગુજરાત સહિત આજથી દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં QR કોડની મદદથી સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ સુવિધાની શરૂઆત થઇ છે. જેથી પોસ્ટ ઓફિસમાં મહત્વપૂર્ણ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકો પોતાના મોબાઈલની મદદથી ડિજિટલી રીતે પૈસાની ચુકવણી કરી શકશે. જેના કારણે છુટા પૈસાની ઝંઝટથી રાહત મળશે. શરૂઆતી તબક્કામાં દેશભરની હેડ પોસ્ટ ઓફિસમાં સેવાની શરૂઆત થઈ છે ગુજરાતમાં કુલ 33 હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જ્યાં ગ્રાહકો વિવિધ સેવા માટે ડિઝિટલ પેમેન્ટ કરી શકશે.
પોસ્ટ હેડ ઓફિસોમાં સુવિધાની શરૂઆત
હાલ પ્રારંભિક તબક્કામાં પોસ્ટ ઓફિસની મહત્વની ગણાતી એવી પાર્સલ સેવા, રજીસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ અને મની ઓર્ડર માટે વસુલાતી રકમનો ચાર્જ અલગ અલગ કાઉન્ટર પર લાગેલા QR કોડને સ્કેન કરી પેમેન્ટ કરી શકાશે. જેથી આ સેવા માટે ગ્રાહકોને છુટા પૈસાથી મુક્તિ મળશે. એક અંદાજ પ્રમાણે પોસ્ટ ઓફિસમાં દૈનિક 1000-1500 જેટલા આર્ટીકલ બુક તથા હોય છે. આ બાબતે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જણાવ્યું કે, ડિજિટલ ઇન્ડિયાની દિશામાં ઓનલાઈન કે ડિઝિટલ પેમેન્ટને સ્વીકૃતિ મળી છે. તેવામાં પોસ્ટ હેડ ઓફિસોમાં આ સુવિધાની શરૂઆત થઈ છે. જેનાથી લોકોને મોટી રાહત થશે. સાથે સાથે પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ માટે પણ હિસાબ રાખવાનું સરળ બનશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).