Home News દિનેશ ગુણવર્ધને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી; રાનિલ વિક્રમસિંઘે અને દિનેશ ગુણવર્ધનેની જોડી હવે...

દિનેશ ગુણવર્ધને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી; રાનિલ વિક્રમસિંઘે અને દિનેશ ગુણવર્ધનેની જોડી હવે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો ભાર!

Face Of Nation 22-07-2022 : દિનેશ ગુણવર્ધનેને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમની પ્રધાનમંત્રીપદે નિમણૂક કરી છે. ગુણવર્ધને એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેમને વર્ષ 2020ની સંસદીય ચૂંટણી પછી વિદેશ મામલાના મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. તે રાનિલ વિક્રમસિંઘેના સહઅધ્યાયી રહ્યા છે. વિક્રમસિંઘે અને ગુણવર્ધનેની જોડી પર હવે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો ભાર છે.
દેશની સ્થિતિમાં કોઈ સુધારો નથી
ગોલ ફેસ કોલંબોના પ્રોફેસર એમજી થારાકાનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સરકારમાં સામેલ નેતાઓએ સ્થિતિને સુધારવા માટે ઘણી વાતો તરફથી દાવા કર્યા, જોકે વાસ્તવિકતા સુધરી નથી. હવે લોકોને રાજપક્ષે પરિવાર અને તેમના દ્વારા બેસાડવામાં આવેલા કોઈપણ નેતા પર કોઈ ભરોસો નથી. દેખાવકારોનું માનવું છે કે રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિપદ પર બેસાડીને રાજપક્ષે પરિવાર પોતાને આરોપથી બચાવવા માગે છે.
બે મહિના પછી પ્રથમ વખત દેખાયા પૂર્વ PM મહિન્દ્રા
સંસદમાં નવા રાષ્ટ્રપતિ માટે વોટિંગ દરમિયાન બુધવારે બે મહિના પછી પ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે દેખાયા હતા. મહિન્દ્રા આટલા સમય સુધી કોઈ ગુપ્ત જગ્યા પર હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા સિંગાપોર ગયા પછી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે મહિન્દ્રા પણ શ્રીલંકાથી ભાગી શકે છે. રાજપક્ષે પરિવારના ચમલ અને નમલ પણ વોટિંગ માટે સંસદમાં પહોંચ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).