Home Uncategorized પંજાબ-હિમાચલમાં આફતનું પૂર:ઉત્તરાખંડમાં 28 નાં મોત,22 લોકો ગાયબ

પંજાબ-હિમાચલમાં આફતનું પૂર:ઉત્તરાખંડમાં 28 નાં મોત,22 લોકો ગાયબ

Face Of Nation:ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. રવિવારે ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યમાં 28 લોકોનાં મોત થયા છે, જ્યારે 22 લોકો લાપતા થયાના સમાચાર છે. યમુના તેમજ તેમા ભળતી નદીઓમાં સ્તર વધતા દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.હિમાચાલ પ્રદેશમાં વરસાદને કારણે બે નેપાળી નાગરિક સહિત ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયાના સમાચાર છે, જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો લાપતા થયા છે. પંજાબમાં પણ ત્રણ લોકોનાં મોત થયા છે.દક્ષિણ ભારતના કેરળમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 121 થઈ છે. મલપ્પુરમના કવાલપ્પરા અને વાયનાડના પુથુમલામાં મૃતદેહો શોધવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (જીપીઆર)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભયંકર ભૂસ્ખલનને કારણે બે ગામનું નામ-નિશાન નથી રહ્યું.દિલ્હીમાં પણ રવિવારે વરસાદ થયો હતો. દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધતા પૂરની ચેતવણી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સૂચના આપવામાં આવી છે. યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરે તેવી શક્યતા છે.હિમાચલ પ્રદેશમાં રવિવારે વરસાદની ઘટનાઓમાં બે નેપાળી નાગરિકો સહિત 22 લોકોનાં મોત થયા છે, જ્યારે 12 અન્ય લોકો ઘાયલ થયા છે. અધિકારીનીના જણાવ્યા પ્રમાણે કુલ રૂ. 490 કરોડની સંપત્તિનું નુકસાન થયું છે.