Home News હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો

હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો

Face of Nation 16-12-2021: હેડ ક્લાર્કનું પેપર લીક કરવાનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાએ પેપરલીકનું  ષડયંત્ર કર્યું હતું. પેપર દેવલ નામનો વ્યક્તિ લઈ આવ્યો હતો. દેવલનું ઉંછા ગામની સીમમાં ઘર છે. તેના ઘરે જ પેપર લીક મામલે હિલચાલ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલમાં આ બંને કાકા અને ભત્રીજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગૌણ સેવાના અધ્યક્ષ અને સચિવને પુરાવાઓ આપ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે.

સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)