Face Of Nation 08-07-2022 : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં જ નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી થઈ છે. નવા નટુકાકાની એન્ટ્રી થતાં જ ચાહકોના મનમાં સવાલ છે કે હવે દયાભાભી ક્યારે આવશે? શા માટે પ્રોડ્યૂસર અસિત મોદી હજી સુધી દયાબેનને લઈને આવ્યા નથી? ‘તારક મહેતા..’માં કામ કરવું હોય તો કલાકારોએ ઘણાં બધા નિયમો માનવા પડે છે. આ જ કારણે ઘણાં કલાકારો આ સિરિયલમાં આવતા અચકાય પણ છે. સિરિયલમાં છેલ્લાં પાંચ વર્ષથી દયાભાભી જોવા મળ્યા નથી. આટલું જ નહીં છેલ્લાં બે મહિનાથી તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા પણ આવતા નથી. તો બીજીતરફ સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, સિરિયલના મેકર્સને હજી પણ મનમાં ઊંડે ઊંડે એવી આશા છે કે દિશા વાકાણી તથા શૈલેષ લોઢા પરત ફરશે.
દયાબેનનું પાત્ર હાલમાં નહીં આવે
એવી ચર્ચા થઈ રહી છે કે અસિત મોદી હાલમાં દયાબેનનું કાસ્ટિંગ કરશે નહીં. આટલું જ નહીં સિરિયલમાં છેલ્લાં ઘણાં સમયથી ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ પણ જોવા મળ્યો નહોતો. એમ માનવામાં આવે છે કે રાજે આ સિરિયલ છોડી દીધી છે. જો આ વાત સાચી હોય તો તેણે શા માટે હજી સુધી આ અંગે ઑફિશિયલ જાહેરાત કરી નથી. આ અંગે પણ અસિત મોદી વાત કરવા તૈયાર નથી.
‘તારક મહેતા’ના રોલ માટેના ઓડિશન પણ ચાલુ થયા નથી
‘તારક મહેતા’નો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાએ છેલ્લા બે મહિનાથી સિરિયલનું શૂટિંગ કર્યું નથી. માનવામાં આવે છે કે તેમણે પણ સિરિયલ છોડી દીધી છે, પરંતુ આ અંગે હજી સુધી ઑફિશિયલી કોઈ વાત કરવામાં આવી નથી. હાલમાં ‘તારક મહેતા’ના રોલ માટેના પણ ઓડિશન શરૂ કરવામાં આવ્યા નથી. કલાકારોને પણ કંઈ જ ખબર પડતી નથી. તો બીજીતરફ ‘તારક મહેતા…’ના કલાકારોના ટ્રેક સિરિયલમાં ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે અને ગમે ત્યારે શરૂ કરી દેવામાં આવે છે. કલાકારોને પણ ખ્યાલ નથી કે આખરે થઈ શું રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).