Home Politics પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદરસિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું

પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદરસિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું

Face Of Nation, 28-09-2021:પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓના ખાતાને વહેંચણી થઇ ગઇ છે. સુખજિંદર સિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે રાજ્યમાં મંત્રી પરિષદનો પ્રથમ વિસ્તાર કરી 15 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કર્યો હતો, જેમાં સાત નવા ચહેરા છે. રાજ્યમાં પાંચ મહિના બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ કવાયદથી સત્તારૂઢ કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઓપી સોની- સ્વાસ્થ્ય મંત્રી
અમરિંદર રાજા વારિંગ- પરિવહન મંત્રી
ગુરકીરત સિંહ કોટલી- ઉદ્યોગ અને વાણિજ્ય
પરગટ સિંહ- ઉચ્ચ શિક્ષણ અને રમત-ગમત મંત્રી

મંત્રીપરિષદના વિસ્તારમાં રણદીપ સિંહ નાભા, રાજકુમાર વેરકા, સંગત સિંહ ગિલજિયાં, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વડિંગ અને ગુરકીરત સિંહ કોટલી નવા ચહેરા છે. રાણા ગુરોજીત સિંહ 2018માં અમરિંદર સિંહના નેતૃત્વવાળી મંત્રીમંડલ પદેથી રાજીનામું આપ્યા બાદ વાપસી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના મંત્રી પરિષદમાં સાત નવા ચહેરાને સ્થાન મળતાં તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રણનેતિના અનુરૂપ ગણવામાં આવ્યું છે

અમરિંદર સિંહના નેતૃત્વવાળા મંત્રી મંડળના મંત્રી રહેલા બ્રહ્મ મોહિંદ્ર, મનપ્રીત સિંહ બાદલ, તૃત્પ્ત રાજજિંદર સિંહ બાજવા, અરૂણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા, રજિયા સુલ્તાન, વિજય ઇંદર સિંગલા ભારત ભૂષણ આશુને ફરીથી મંત્રપરિષદમાં સ્થાન મળ્યું નથી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધૂ પાસેથી લાંબા સમય સુધી માથાકૂટ થયા બાદ અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ દલિત ગ્રુપમાંથી આવનાર ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્ર્હણ ગુરૂસિંહ સિંહ, મોહિંદ્રા અને સિંગલા અમરિંદર સિંહના નજીકના ગણવામાં આવે છે. મંત્રી પરિષદમાં નવ મંત્રી માલવા, ત્રણ દોઆબા અને છ માઝા ક્ષેત્રોનું પ્રતિધિત્વ કરે છે. બે ઉપમુખ્યમંત્રી માઝા ક્ષેત્રમાંથી આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)