Home News ગરીબોને મફત અનાજ વિતરણના પહેલા દિવસે જ હોબાળો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, જુઓ...

ગરીબોને મફત અનાજ વિતરણના પહેલા દિવસે જ હોબાળો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, જુઓ Video

ફેસ ઓફ નેશન, 01-04-2020 : દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જેથી સરકાર દ્વારા તમામ ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી જેને પગલે આજથી અનાજ વિતરની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આજે પહેલા દિવસે જ કેટલીક જગ્યાએ હોબાળા થયા હતા. લાંબી લાઈનો સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેને લઈને અનેક જગ્યાએ પોલીસે જઈને પરીસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવો પડ્યો છે. લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વિના ટોળે વળીને પડાપડી કરતા પણ કિસ્સા કેટલીક જગ્યાએ બન્યા છે. બીજી બાજુ લોકોની ભીડ જોતા દુકાનદારો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. સમગ્ર પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી અને આટલા બધા લોકોને કેવી રીતે સાચવવા તે એક પ્રશ્ન ઉભો થયો છે. 4 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.
રાજ્યના અંત્યોદય અને રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જુઓ Video,.

https://youtu.be/eXKlqQz4lR8

 

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી