Home Exclusive કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને...

કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ

ફેસ ઓફ નેશન, 02-04-2020 : કોરોના વાઇરસ સમગ્ર વિશ્વ માટે મહામારી બની ગયો છે પરંતુ એક દેશ એવો છે જ્યાં કોરોના વાઇરસ બોલવા ઉપર પ્રતિબંધ છે અને બોલનારને જેલમાં ધકેલી દેવામાં આવે છે. મધ્ય એશિયામાં આવેલા તુર્કમેનિસ્તાન નામના દેશમાં આવો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દેશ અફઘાનિસ્તાન અને ઈરાનનો પડોશી દેશ છે. આ દેશમાં જાહેરાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ વાતચીત માટે અથવા કોઈ અન્ય રીતે આ શબ્દનો ઉપયોગ કરે છે તેની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવશે. પડોશી દેશ ઈરાનમાં આ રોગ ફેલાયો હોવા છતાં તુર્કમેનિસ્તાનમાં હજી સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના ચેપનો એક પણ કેસ સામે આવ્યો નથી. ‘કોરોનાવાયરસ’ શબ્દનો ઉપયોગ કરી કંઈપણ લખવા માટે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, ત્યાંની સરકારે પોલીસને આદેશ આપ્યો છે કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવે.

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”