Home Sports જાણો છો, ભારત પોતાની 1000મી ODI મેચ ક્યાં અને કોની સામે રમવા...

જાણો છો, ભારત પોતાની 1000મી ODI મેચ ક્યાં અને કોની સામે રમવા જઈ રહ્યું છે ?

Face of Nation 04-02-2022 : ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે જ્યારે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ત્યારે ભારત 1000મી ODI રમનાર પ્રથમ ટીમ બનશે. ભારત તેની 1000મી ODI રમવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરે શુક્રવારે આ સિદ્ધિને સમગ્ર રાષ્ટ્ર માટે “વિશાળ સીમાચિહ્નરૂપ” ગણાવ્યું.

“ભારત દ્વારા 1000મી ODI રમવી એ એક વિશાળ સીમાચિહ્નરૂપ છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ODI 1974માં રમાઈ હતી, તે માત્ર ભૂતકાળના ક્રિકેટરો, વર્તમાન ક્રિકેટરો, ભૂતકાળ અને વર્તમાન બોર્ડના સભ્યોને કારણે જ શક્ય બન્યું હતું,” તેવું તેંડુલકરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું.

આ ક્ષણે ક્રિકેટનાં ભગવાન ગણવામાં આવતા તેંડુલકરે પોતાનાં ચાહકો અને ખાસ કરી ને ભારતમાં નાં ક્રિકેટ ચાહકોને યાદ કરતા ઉમેર્યુ હતું કે, આ ક્ષણે આપણે ” સૌથી મહત્વપૂર્ણ લોકો, અમારી ભારતીય ક્રિકેટ ટીમના શુભેચ્છકો, પાછલી પેઢીઓમાંથી અને આજે જેઓ અમારી સાથે છે તેવા ક્રિકેટ પ્રેમીઓને ભૂલવા જોઈએ નહીં.

માસ્ટર બ્લાસ્ટરે ટીમ ઈન્ડિયાને આગામી વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે શુભેચ્છા પણ પાઠવી હતી. તેણે ઉમેર્યુ કે, “હું કહેવા માંગુ છું કે 1000મી ODI એ આપણા બધા માટે એક સિદ્ધિ છે અને સમગ્ર રાષ્ટ્રને તેના પર ગર્વ હોવું જોઈએ અને આશા રાખું છું કે ભારતીય ક્રિકેટ મજબૂતીથી આગળ વધતું જ રહે. હું તેમને આવનારી શ્રેણી માટે અને ખાસ કરીને 1000મી ODI માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા આગામી 6 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન-ડે અને 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે T20I શ્રેણી રમવા જઈ રહી છે છે.

ઉલ્લેખનીય છે કે, આત્યર સુધી રમાયેલા 999 ODI મેચોમાં ભારતનાં હિસ્સે 518 જીત, 431 હાર, જ્યારે 9 અને 41 મેચો વિવિધ કારણો સહ કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ છે. ભારતે 2002માં તેની 500મી મેચ રમી હતી અને બે દાયકા પછી 1000 વનડે રમવાના માઈલસ્ટોન પર પહોંચી અનેખી સિધ્ધ અંકે કરવા જઇ રહ્યું છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).