Face of Nation 12-02-2022 : ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરવાને લઈને કેન્દ્ર સરકારે નવા નિયમો બનાવ્યાં છે. લોકસભામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે ટૂંક સમયમાં ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર વાત કરવી કાનૂની ગણાશે તેને માટે નવા નિયમો બનાવાયા છે અને કાયદાકીય પ્રક્રિયા બાદ થોડા સમયમાં જ અમલમાં પણ આવી જશે. જોકે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આવી સ્પષ્ટતા પણ કરી છે કે, આ લાભ ઉઠાવવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખી તેનો અમલ પણ કરવો જ પડશે.
આ બાબતોનું રાખવુ પડશે ધ્યાન
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકારે હવે ચાલુ વાહને ફોન પર વાત કરવાને ગુનાની કેટગરીમાંથી બહાર કાઢી રાહ્યું છે. જોકે તેનો અર્થ એવો નથી કે, ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી જ. પરંતુ જો તમે બીજા નિયમોનું પાલન કરો છો તો તમે મોબાઈલ પર વાત કરી શકો છો. ગડકરીએ કહ્યું કે ફોન પર વાત કરવા માટે હવે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
હેન્ડ્સ ફ્રી હશે તો જ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી શકાશે
ગડકરીએ કહ્યું કે જ્યારે મોબાઈલ ફોનમાં હેન્ડ્સ ફ્રી હશે ફક્ત તેવા કિસ્સામાં જ ચાલુ વાહન વાત કરી શકાશે. અર્થાત તો તમે હે્ન્ડ્સ ફ્રી પર વાત કરતા હશો તો તમારુ ચાલાણ નહીં કપાય. તે ઉપરાંત ફોન કારમાં ન હોવો જોઈએ. હેન્ડ્સ ફ્રી પર વાત કરવા માટે ફોન પાકીટમાં રાખવો પડશે.
આવા કિસ્સામાં પોલીસે આપેલ ચાલાણને કોર્ટમાં પડકાર શકાશે
નીતિન ગડકરીના નિવેદનનો એવો અર્થ કે જો હેન્ડ્સ ફ્રી પર વાત કરતી વખતે જો પોલીસ તમારુ ચાલાણ કાપે તો તેને તમે કોર્ટમાં પડકારી શકો છો. ગડકરીએ કહ્યું કે જો ડ્રાઈવર ફોન પર હેન્ડ્સ ફ્રીના માધ્યમથી વાત કરે તો તેને હવે દંડનીય અપરાધ નહીં ગણાય. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ ચાલાણ નકીં કાપે. જો આવા કિસ્સામાં પોલીસ ચાલાણ કાપે તો તેને કોર્ટમાં પડકારી શકાય છે.
આ છે ડ્રાઈવિંગને લઈને નવા નિયમ ટુંકમાં –
- દેશમાં ટૂંક સમયમાં મોબાઈલ પર વાત કરવી ગણાશે કાનૂની
- હેન્ડ્સ ફ્રી સાથે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી શકાશે
- મોબાઈલ કારમાં નહીં પોકેટમાં હોવો જોઈએ
- પોલીસ દ્વારા ચાલાણ કપાશે તો તેને કોર્ટમાં પડકારી શકાશે
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં માર્ગ અને પરિવહન મંત્રાલયે કહ્યું હતું કે ગાડી ચલાવતી વખતે ડ્રાઈવર ફક્ત નેવિગેશન માટે ફોનનો ઉપયોગ કરી શકે છે અને તેમાં પણ એવી સ્થિતિમાં કે જ્યારે ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરનો ધ્યાનભંગ ન થાય.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU