Face Of Nation 21-06-2022 : દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે વિપક્ષે જ્યાં યશવંત સિન્હાને ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજીતરફ આ પહેલાં ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી હતી. જે બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે નાયડૂ જ NDA તરફથી રાષ્ટ્રપતિ પદના કેન્ડિડેટ હોય શકે છે. જો કે બેઠક બાદ દ્રોપદી મુર્મુનું નામ પર મહોર મારવામાં આવી છે.
મુર્મુ ઝારખંડના પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ
ઝારખંડના 9માં રાજ્યપાલ પદે રહેલા 64 વર્ષના દ્રોપદી મુર્મુ ઓડિશાના મયૂરગંજના રહેવાસી છે. તેઓ ઓડિશાના જ રાયરંગપુરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓ પહેલાં ઓડિયા નેતા છે જેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં વર્ષ 2002થી 2004 સુધી તેઓ મંત્રી પણ રહ્યાં. મુર્મુ ઝારખંડના પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહ્યાં છે.
વિપક્ષે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર
તો આ તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હા વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા. જે બાદ તેમને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને આ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠકમાં NCP શરદ પવારે કહ્યું કે અમે 27મી જૂન સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરીશું. 15મી જૂને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી 29મી જૂન છે. જો ચૂંટણી કરાવવાની જરૂર પડશે તો તે 18મી જુલાઈનાં રોજ કરાવવામાં આવશે અને જુલાઈમાં જ પરિણામ પણ આવી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).