Face Of Nation, 07-11-2021: ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના નિવાસ સ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો થયો છે. આ હુમલો આજે વહેલી સવાર થયો. જો કે ઈરાકના પ્રધાનમંત્રીનો આ જીવલેણ હુમલામાં બચાવ થયો છે. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાની કોશિશ ગણાવી છે. આ બાજુ અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.
ઈરાકની સેના દ્વારા જારી થયેલા એક નિવેદન મુજબ આ હુમલો કદીમીના બગદાદ સ્થિત નિવાસ સ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. જો કે સેના દ્વારા હાલ આ અંગે કોઈ વધુ જાણકારી અપાઈ નથી. બે અન્ય સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કદીમીના આાસ પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો કરાયો.
A drone laden with explosives targeted the residence of Iraqi PM Mustafa al-Kadhimi in Baghdad early on Sunday in what the Iraqi military called an attempted assassination, but said Kadhimi escaped unhurt: Reuters
— ANI (@ANI) November 7, 2021
સમાચાર એજન્સી રોયટર્સે પણ એવી જાણકારી આપી છે કે હુમલામાં પ્રધાનમંત્રી કદીમી માંડ માંડ બચ્યા. કદીમીએ પણ હુમલા બાદ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ હુમલાની હાલ કોઈ પણ આતંકવાદી જૂથી જવાબદારી લીધી નથી. પ્રધાનમંત્રી આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો, અને વિદેશી દૂતાવાસ છે. અહીં રહેનારા પશ્ચિમી દેશોના રાજદૂતોએ જણાવ્યું કે તેમણે ધડાકા અને ગોળીબારીના અવાજ સાંભળ્યા. અત્રે જણાવવાનું કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર સમૂહોએ હાલના સમયમાં ગ્રીન ઝોન પાસે ગત મહિને થયેલી સંસદીય ચૂંટણીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)