Home News રાજપીપળામાં ડ્રોન સર્વેલન્સમાં 35 લોકો નમાજ પઢતા દેખાતા તમામ સામે ગુનો દાખલ

રાજપીપળામાં ડ્રોન સર્વેલન્સમાં 35 લોકો નમાજ પઢતા દેખાતા તમામ સામે ગુનો દાખલ

Face Of Nation : ગુજરાત રાજ્ય પોલીસ લોકડાઉનનો કડક અમલ થાય તેવા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના શહેરોમાં ડ્રોન મારફતે લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. લોકલ ક્રાઇમબ્રાન્ચ નર્મદા જિલ્લાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.એમ.ગામીત રાજપીપળા ટાઉન વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે કેમેરામાં કેટલાક લોકો મદ્રેસાના ઉપરના માળે ચઢી રહ્યા હોવાનું દેખાતા તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે, આશરે 40*60 ફૂટના હોલમાં 34 જેટલા લઘુમતી સમાજના લોકો ભેગા થઈ મોલવી સાથે નમાજ અદા કરી રહ્યા હતા. જેથી તેઓની નમાજ પૂર્ણ થતાની સાથે જ મોલવી સહીત ઉપસ્થિત તમામ લોકોની ધરપકડ કરી હતી. ઉપરોક્ત તમામ લોકો કોરોના વાઇરસને ફેલાવવાની સંભાવના અંગે જાણતા હોવા છતાં એકઠા થઈ સરકારી આદેશનો ભંગ કરી ભેગા થયેલ હોઈ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુજરાત રાજ્યમાં એક સાથે 35 લોકો ઉપર ડ્રોન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના