Face Of Nation:ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ ગતિએ વરસાદનું આગમન થશે. અરબી સમુદ્રમાં અપરએર સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની જાહેરાત કરી છે. હાલમાં રાજ્યના 8થી વધુ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે છુટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહે છે. જ્યારે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અલનીનોની અસર સમાપ્ત થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોડી રાતથી ઘણી જગ્યાએ વરસાદનું આગમન થઈ ગયું છે. ગઈકાલે સાંજથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે.21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.