Home News દ્વારકા:કૃષ્ણ જન્મોત્સવની ઝાંખી કરવા ભક્તોની લાગી ભીડ,દોઢ લાખ ભાવિકો ઉભરાયા

દ્વારકા:કૃષ્ણ જન્મોત્સવની ઝાંખી કરવા ભક્તોની લાગી ભીડ,દોઢ લાખ ભાવિકો ઉભરાયા

Face Of Nation:દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવથી મોટો કોઇ ઉત્સવ કે તહેવાર નથી. શનિવારે જન્માષ્ટમીના પાવન પર્વે વા’લાના 5246માં જન્મોત્સવના વધામણા કરવા દોઢ લાખ ભાવિકો દ્વારકામાં ઊમટી પડ્યા છે. કહી શકાય કે સમગ્ર ગુજરાતના માર્ગો દ્વારકા ભણી ફંટાયા છે. સર્વત્ર કૃષ્ણમય માહોલ છવાયો છે. હજારો ભાવિકો પવિત્ર ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકા ભારતના પશ્ચિમી છેવાડામાં આવેલું છે. સમગ્ર ગુજરાત, ઉતર-દક્ષિણ અને મધ્ય ભારતમાં પૂર-અતિવૃષ્ટિને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહારને પણ વ્યાપક અસર પહોચી હોય ઘણી ટ્રેનના રૂટ કેન્સલ કે ડાયવર્ટ કરાયા છે. જેના કારણે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. અન્યથા બે થી અઢી લાખ ભાવિકો જન્માષ્ટમીએ ઊમટી પડે છે.

સમગ્ર દિવસ ભાર અહી ચાર વખત આરતી કરવામાં આવે છે અને તેમાંથી ભગવાન દ્વારકાધીશની પ્રથમ મંગળા આરતીનું અનેરું મહત્વ છે , અહી એવું માનવામાં આવે છે કે ‘જે કરે મંગલા એ ના બંધાય બંગલા ‘.જો આ મંગલા દર્શનની વાત કરવામાં આવે તો પૂજારી પરિવાર દ્વારા જે રાત્રી ના શયન વખતે દર્શન હોય છે એ જ સવારે કરાવવા માં આવે છે અને આ દર્શન ને વિશ્વરૂપ દર્શન ગણવામાં આવે છે આ દર્શન નિયમિત પણે કરવામાં આવે તો તે ભક્ત ની સર્વ મનોકામના પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે.તથા મંદિર ના 26 સીડી વિસ્તાર પાસે આવેલી ગોમતી નદી માં પણ અહી આવતા યાત્રિકો સ્નાન કરવા જાય છે,અહી જેટલું ગંગા , યમુના , સરસ્વતી નદી નું મહત્વ છે એટલું જ મહત્વ ગોમતી નદી નું છે , દર પૂનમ , અમાસ તથા અનેક તહેવાર ઓ માં યાત્રિકો અને સ્થાનિક દર્શનાર્થી ઓ અહી આવી જે પવિત્ર ગોમતી નદી માં સ્નાન કરે છે.