Home Uncategorized આખરે જગતના તાતની સરકારે સમજી વ્યથા, પાણી છોડવા અંગે કર્યો મોટો નિર્ણય

આખરે જગતના તાતની સરકારે સમજી વ્યથા, પાણી છોડવા અંગે કર્યો મોટો નિર્ણય

Face Of Nation, 05-08-2021: રાજ્યમાં ક્યાંક વરસાદ થયો પરંતુ ક્યાંક વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચતા ખેડૂતો પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે, અનેક જગ્યાએ વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. જગતનો તાત હવે સરકાર પાસે પાણી છોડવા આજીજી કરી રહ્યો છે. સામે સરકાર પણ ખેડૂતોની વ્યથા સમજી પાણી છોડવા અંગે મોટો નિર્ણય કર્યો છે.

ખેડૂતોનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે, ત્યારે કોરોના કાળ બાદ ખેડૂતોની માઠી દશા જોતાં સરકાર તરફથી નીતિનભાઈ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાણીની તંગીનો સામનો કરી રહેલા મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે.નર્મદા, કડાણા ડેમમાંથી ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં ખેડા આણદ અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. નર્મદા ડેમ માંથી પાણીનો જથ્થો મર્યાદિત હોવા છતાં પણ તેમાંથી 3 હજાર ક્યુસેક લિટર પાણી ખેડૂતોને અપાશે 1 લાખ 60 હેકટરમાં આવેલા પાકોને સરકારની આ જાહેરાતથી ફાયદો થશે. ખેડૂતોની માંગણીને સંતોષવા માટે સિંચાઇનું પાણી અપાશે…કટોકટીનો સમય હોવા છતાં ખેડૂતોને પાણી આપવાનું નક્કી કર્યું છે..ખેડા, આણંદ અને અમદાવાદના ખેડૂતોને પાણી અપાશે..અન્ય જિલ્લામા પણ જ્યાં ખેડૂતોને પાણીની ખેંચ વર્તાઇ રહી છે. ત્યાં પણ આવનાર દિવસોમા સરકાર પાણી છોડવા વિચાર કરી શકે છે.

તો આ તરફ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યાનો ભય છે. જો હજુ પણ વરસાદ ન પડે તો રાજકોટમા પીવા પાણીની આવનાર સમયમાં ભયંકર તંગી સજાઈ શકે છે.આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે. આજી-1માં 350 મિલિયન ક્યૂબિક ફિટ, ન્યારી-1 માં 615 MCFT પાણી છે. હાલમાં ભાદર-1 માં એક હજાર 576 મિલિયન ક્યૂબિક ફિટ પાણીનો જથ્થો છે. રાજકોટને વર્તમાન સમયમાં રોજ 326 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજી માટે નર્મદા નીરની માંગણી માટે મનપાએ કવાયત હાથ ધરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)