Home Uncategorized ‘ગ્રામ્ય વિસ્તારો ડ્યૂટી ન કરવી હોય તો 40 લાખ જમા કરાવો’,...

‘ગ્રામ્ય વિસ્તારો ડ્યૂટી ન કરવી હોય તો 40 લાખ જમા કરાવો’, ડોક્ટરની હડતાળ પર નીતિન પટેલ લાલઘૂમ

Face Of Nation, 06-08-2021:48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે વાત ના સાંભળતા રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના 4 હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ (Strike) પર છે. 12/4/2021 માં બહાર પાડવામાં કોવિડ ડ્યુડી અંગે કરેલ 1:2 ની બોન્ડ પોલિસી અંગે રિઝલ્ટ આવતા સરકારે ફેરફાર કર્યો છે. રેસિડેન્ટ્ ડોકટરના મુદ્દાઓને સાંભળ્યા વગર જ બોન્ડમાં 1:1નો ફેરફાર કરવામાં આવતા રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ્સ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે.

તબીબોએ 4 દિવસ અગાઉ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રજુઆત ના સાંભળતા ડોક્ટરોને અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. અગાઉ ચાર મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર ડોક્ટરોની વાત સાંભળી રહી નથી.આખરે રેડસિડેન્ટ ડોક્ટરોના એસો. દ્વારા તાત્કાલિક સારવારની સેવા બંધ કરવાનું આહવાન કર્યું હતું.

બોન્ડેડ ડોક્ટર હડતાળ પર છે ત્યારે નિતિન પટેલે જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો કે કોરોનાની કામગીરીમાં જોડવા માટે સરકારી ખર્ચે ભણતાં મેડિકલ કોલેજ ના વિધાર્થીઓ માટે કર્યો હતો. 6 માસ કોરોના નોકરી કરી હોય તેને એક વર્ષ ગણવામાં આવતા હતા, જે પી જી તરીકે 31 જુલાઈ સુધી કોરોનામાં નોકરી કરી છે, તેઓને બોન્ડ માંથી મુક્તિ આપી હતી.

જો કે હવે કોરોના દર્દીઓ નથી અને પરિપત્ર પણ નથી એટલે હવે તેઓને એક વર્ષના બોન્ડ અમલમાં આવે છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે બોન્ડેડ ડોકટરની હડતાલ ખોટી અને ગેરકાયદે હોવાનો દાવો કર્યો છે. જે ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે જે ડોક્ટરોએ સેવા ન આપવી હોય‌ તો 40 લાખ રૂપિયા ભરવાના રહેશે. જે ડોક્ટરો હડતાળ નહીં છોડે તેમને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. જો નહીં માને તો તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોન્ડ નીતિ પ્રમાણે સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)