Home Politics વહેલી સવારથી ગાંધીનગર મનપા ચૂંટણીનું મતદાન શરૂ…

વહેલી સવારથી ગાંધીનગર મનપા ચૂંટણીનું મતદાન શરૂ…

Face Of Nation, 03-10-2021: ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે  સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય પક્ષ, અપક્ષો મળી 16ર જેટલા ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે ત્યારે ર.82 લાખ મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવી છે.

આ ચૂંટણીમા ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આપ માટે એન્ટ્રીનો પ્રશ્ન છે ત્યારે ચૂંટણી તંત્રએ ર84 મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન કરવા કવાયત હાથ ધરી છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં 145130 પુરૂષ અને 136758 સ્ત્રી મતદારો મળી કુલ ર81897 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કોર્પોરેશનમાં અત્યાર સુધી 58 ટકા જેટલું મતદાન વધુમાં વધુ થયું છે ત્યારે કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહયુું (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)