Face of Nation 13-01-2022: કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે આવતા ભૂકંપના આંચમાં બહાર નીકળવુ કે નહિ તે પણ ડર કચ્છવાસીઓમાં ફેલાયો છે.
કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે 3.0 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. દુધઈથી 20 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ઘોર નિંદ્રામાં હતા, ત્યારે સવારના 5:43 વાગ્યે આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારના રોજ પણ કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાપર પાસે 02:29 બપોરે 2.30 આંચકો આવ્યો હતો. તે પહેલા સવારે 11:58 કલાકે પણ રાપર પાસે 2.00નો આંચકો નોંધાયો હતો. રાપરથી 17 કિલોમીટર WNW 2.8 ની તીવ્રતાનો આંચકો તેમજ રાપરથી 18 NNW 2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).