Face Of Nation, 27-08-2021: ગુજરાતમાં કચ્છની ધરા ફરી એક વાર ધ્રૂજી ઉઠી છે. 3ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું છે. આ અગાઉ 21 ઓગસ્ટે કચ્છમાં બપોરે 12.08 કલાકે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું.
જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી. આજ સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા. જામનગર ખાતે ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. સાંજે 7:13 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)