Home News ગોંડલમા વહેલી સવારે ભૂકંપનો આચંકો, 22 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

ગોંડલમા વહેલી સવારે ભૂકંપનો આચંકો, 22 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

Face of Nation 08-12-2021 રાજકોટના ગોંડલ શહેરમાં વહેલી સવારે 6.53 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગોંડલથી 22 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વહેલી સવારે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપમાં જાનહાનિના કોઈ સમાચાર હાલ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, ભૂંકપ માટે ભારતના અનેક વિસ્તારો સંવેદનશીલ કેટેગરીમાં આવે છે. તેમાં સૌથી વધુ ખતરનાક સિસ્મિક ઝોન 5 છે. જ્યાં 8 થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ આવવાની શક્યતા છે.

ગુજરાત સિસ્મિક ઝોન 3 માં આવે છે, જે મધ્યમ ખતરનાક શ્રેણીમાં આવે છે. તેમાં ભૂકંપની તીવ્રતા 7 કે તેનાથી ઓછી હોય છે. ગુજરાત ઉપરાંત આ કેટેગરીમાં કેરળ, ગોવા, લક્ષદ્વીપ ટાપુ, યુપી અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો આવે છે. પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉડીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક આ કેટેગરીમા આવે છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)