Home News હવે નેપાળમાં આર્થિક સંકટ; ટૂરિઝમ ઘટતાં આવકમાં થયો ઘટાડો, તો નિકાસ ઘટતાં...

હવે નેપાળમાં આર્થિક સંકટ; ટૂરિઝમ ઘટતાં આવકમાં થયો ઘટાડો, તો નિકાસ ઘટતાં ખજાનો ખાલી!

Face Of Nation 07-04-2022 : નેપાળમાં પણ હાલ શ્રીલંકાની જેમ વિદેશી મુદ્રા ભંડારની અછત સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે નેપાળની કેન્દ્રીય બેન્કે બેન્કોને વાહનો અને બિનજરૂરી સામાન માટે લેટર ઓફ ક્રેડિટ ન ઈસ્યુ કરવા માટે કહ્યું છે. આ પૈકીની મોટા ભાગની આયાત ભારતમાંથી થાય છે. તો બીજીતરફ નેપાળના હાલના વિદેશી ભંડારથી 6 મહિના સુધી આયાત થઈ શકશે, જ્યારે કેન્દ્રીય બેન્કનું લક્ષ્ય 7 મહિનાના હિસાબથી વિદેશી મુદ્રા રાખવાનું છે. વધતી આયાત અને ઘટતી વિદેશી મુદ્રાથી ટ્રેડ ડેફિસિટી 207 કરોડ ડોલરના રેકોર્ડ સ્તરે છે. ગત વર્ષે આ ગાળામાં એ 81 કરોડ ડોલરનો હતો.
પર્યટન ઠપ થવાથી સંકટ વધ્યું
હિમાલયન બેન્કના સીઈઓ અશોક રાણાએ કહ્યું હતું- કોવિડ પહેલાં વિદેશી મુદ્રા કોષમાં 5 ટકા યોગદાન પર્યટનનું હતું, એ હવે ઠપ છે. અર્થશાસ્ત્રી દિલીરાજ ખાનલે કહ્યું- મોટા ભાગની સરકારી રેવન્યુ આયાત પર ટેક્સથી મળે છે. એવામાં આયાત ઓછી કરવાની નીતિ વધુ દિવસ ચાલુ નહિ રહી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).