Face Of Nation:મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ઈન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી. મોયર બેયર કંપનીના 354 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં પુરી પર કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ રતુલ પુરી અને 4 અન્ય લોકોની વિરુદ્ધ રવિવારે કેસ કર્યો હતો. આ મામલમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અંતર્ગત કેસ કરી ધરપકડ કરી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફોરેન્સિક ઓડિટ બાદ એપ્રિલમાં મોજર બેયરના ખાતાને ફ્રોડ જાહેર કર્યું હતું. બેન્કનું કહેવું હતું કે મોજર બેયર 2009થી લોન લઈ રહી હતી. ઘણી વાર લોનનું રિસ્ટ્રકચરિંગ કરાવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીના નિર્દેશકોએ નકલી દસ્તાવેજોના આધાર પર બેન્ક પાસેથી ફન્ડ લીધું હતું. મોજર બેયર, તેના નિર્દેશકો અને પ્રમોટરોએ કારોબારી લોનનો વપરાશ પોતાના માટે કર્યો હતો. આ સિવાય કંપનીની બેલેન્સ શીટની પણ ખોટી જાણકારી આપી હતી.અગસ્તાવેસ્ટલેન્ડ મામલમાં પણ રતુલ પર તેમની કંપનીની મદદથી કથિત રીતે લાંચ લેવાનો આરોપ છે. ઈડીનો આરોપ છે કે રતુલના સ્વામિત્વ વાળી કંપની સાથે જોડાયેલા ખાતાનો ઉપયોગ લાંચ લેવા માટે કરવામાં આવ્યો હતો. 3600 કરોડ રૂપિયાના અગસ્તાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ સાથે જોડાયેલા ગોટાળામાં પણ પુરી પર મની લોન્ડ્રિંગનો આરોપ છે.